ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati

ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો નો લોટ લઈ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર નાખી ચાળી લો ત્યારપછી બેકિંગ સોડા (સાજીનાં ફૂલ) અને દહીં નાખવા. આ બધી સામગ્રી ભેગી કરી લોટમાં તેલ નાંખી સોફ્ટ લોટ બાંધો ખાસ ધ્યાન રાખો કે પિઝા લોટ સોફ્ટ હોવો જોઈએ.
- 2
હવે પીઝા ના રોટલા ને બેક કરવા માટે બાટી કૂકર ને ગરમ કરવા મૂકો જાળી વાળુ સ્ટેન્ડ રાખો અને તેને ઢાંકીને ગરમ થવા દો.
- 3
આ રીતે પિઝાના રોટલાને બેક કરતા પહેલા બાટી કૂકર ને પ્રિહીટ કરી દો. અને પિઝા ને જાળી પર મૂકી દો અને કૂકર ને ઢાંકીને થોડીવાર માટે બેક થવા દો પીઝા બેઝ હવે બેક થઈ ગયા પછી ગેસ બંધ કરી દો અને બેઝને પ્લેટમાં રાખી દો.
- 4
હવે એક વાસણમાં ડુંગળી, કોબીજ, લીલા અથવા લાલ કેપ્સીકમ નાંખી પછી તેમાં ટામેટા અને સહેજ મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લેવું
- 5
હવે પીઝા બેઝ પર પહેલા તેના પર પીઝા સોસનું જાડું લેયર કરવું. ત્યારબાદ તેના પર ચીઝનું પાતળું લેયર કરવું અને.પછી તેના ઉપર તૈયાર કરેલા મિશ્રણનું લેયર કરી, તેના પર મોઝરેલા ચીઝનું લેયર કરી ગાર્નિશિંગ કરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપર થી નાખી ને ગરમ બાટી કૂકર માં પીઝાને ઢાંકીને 10 મિનિટ માટે બેક થવા દો પીઝા બેઝ બરાબર બેક થઈ જાય અને ઉપરનું ચીઝ ઓગળી જાય એટલે બહાર કાઢી લો તો તૈયાર છે ક્રિસ્પી ચીઝી વેજી પિઝા.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (10)