ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week3
#Dosa
#Chinese
#Carrot
ચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે.

ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)

#GA4
#Week3
#Dosa
#Chinese
#Carrot
ચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ ચમચીતેલ
  2. ૧/૨ કપલાંબી સમારેલી ડુંગળી
  3. ૧/૨ કપલાંબી સમારેલી કોબી
  4. ૧/૨ કપલાંબુ સમારેલું કેપ્સીકમ
  5. ૧/૨ કપલાંબુ સમારેલું ગાજર
  6. ૨ ચમચીટોમેટો સોસ
  7. ૧ ચમચીચિલી સોસ
  8. ૧ ચમચીસેઝવાન સોસ
  9. ૧ ચમચીસોયા સોસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. મોટો કપ અધકચરી બાફેલી નુડલ્સ
  12. કોથમીર
  13. ઢોસા બનાવવા માટેનું બેટર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોબી ઉમેરીને એક મિનીટ માટે હાઇ ફ્લેમ પર કુક કરવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં ટોમેટો સોસ, સેઝવાન સોસ, ચીલી સોસ, સોયા સોસ અને મીઠું ઉમેરવાનું છે. બધું બરાબર મિક્સ કરી ફરી એક મિનીટ માટે હાઇ ફ્લેમ પર કુક કરવાનું છે.

  3. 3

    હવે તેમાં બાફેલી નુડલ્સ ઉમેરવાની છે અને ફરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા ચાઈનીઝ નૂડલ્સ તૈયાર છે.

  4. 4

    હવે ઢોસા ઉતારવાની લોઢી ગરમ મૂકી તેના પર થોડું પાણી છાંટી લોઢી લુછી લેવાની છે અને તેના પર ઢોસાનું બેટર પાથરવાનું છે.

  5. 5

    હવે તેના પર તૈયાર કરેલા ચાઈનીઝ નુડલ્સ પાથરવાના છે. અને ઢોસો રોલ કરી લેવાનો છે.

  6. 6

    સર્વ કરવા માટે ચાઈનીઝ ઢોસા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes