કટલેસ (Cutlet Recipe In Gujarati)
મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી એટલે કટલેસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી લેવા.
- 2
પછી આદું મરચા ની પેસ્ટ તૈયાર કરી લેવાની અને ટોસ્ટ નો ભૂકો કરી લેવો.
- 3
બટાકા નો છૂંદો કરી લેવો.
- 4
બટાકા ના છૂંદા માં બાફેલા વટાણા,આદુ મરચા ની પેસ્ટ, ટોસ્ટ નો ભૂકો નાખવાનો.
- 5
પછી તેમાં સ્વાદાનુસાર મીઠું, ૨ ચમચી લાલ મરચું, ૨ ચમચી ગરમ મસાલો નાખવાનો.
- 6
પછી તેમાં નાનું લીંબુ નો રસ અને કોથમીર નાખી તેને બરોબર હલાવી લેવાનું.
- 7
ત્યારબાદ થોડો બટાકા નો માવો લઇ તેને તપકીર ના લોટ માં રગદોળવા.
- 8
પછી કટલેસ ના બીબા માં નાખી તેને તૈયાર કરી લેવા.
- 9
પછી તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર તેને તળી લેવાના.
- 10
બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના.
- 11
કટલેસ ને ટોમેટો સોસ, ખજુર આંબલી ની ચટણી તથા લીલી ચટણી સાથે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753954








ટિપ્પણીઓ (2)