રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક કડાઈમાં માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી ૧-૨ મિનીટ સાતળવું. હવે એમાં ગાજર, કોબી, કેપ્સિકમ, નાખી ૨ મિનીટ સાતળવું.
- 2
હવે એમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, સેઝવાન સોસ, મીઠું, મરી પાઉડર નાખી ૧-૨ મિનીટ ફુલ ગેસ પર સાતળવું. શાકભાજી ને એકદમ કુક કરવાના નથી.
- 3
હવે છેલ્લે લીલી ડુંગળી નાખી ૧ મિનીટ કુક કરી ગેસ બંધ કરી દેવો
- 4
હવે ઢોસા નું ખીરું લઇ એમાં મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. ઢોસા ની તવી ગરમ થાય એટલે એમાં ઢોસો બનાવી લેવો. ફરતે તેલ લગાવી ઢોસો ચડી જાય એટલે લસણ ની ચટણી લગાવી એના પર બનાવેલું સ્ટફિંગ પાથરી એનો રોલ વળી લેવો
- 5
ગરમા ગરમ સેઝવાન ઢોસા સર્વ કરો.
- (સેઝવાન સોસ જરૂર મુજબ વધારે ઓછો કરી શકાય)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13760195











ટિપ્પણીઓ