મસાલા ઢોસા (Masala Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાના બેટર માટે રવો અને ઘઉંના લોટને ક્રશ કરી લેવું ત્યાર બાદ તેમાં દહીં એડ કરો.
- 2
હવે તેમાં પાણી અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરવું. થોડીવાર માટે રેસ્ટ આપો. ઢોસા ઉતારતા પહેલા તેમાં ખાવાનો સોડા અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ઢોસાનું બેટર તૈયાર કરવુ.
- 3
મસાલો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ, અડદની દાળ,મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું ઉમેરી થોડીવાર શેકો.
- 4
હવે તેમાં હળદર અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને મીઠું એડ કરી બધું મિક્સ કરી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરો.
- 5
હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં થોડું પાણી છાંટી કપડાથી લૂછી લો.
- 6
હવે તૈયાર કરેલા ઢોસાના બેટર માંથી એક ચમચો બેટર લઈ તવા ઉપર સ્પ્રેડ કરવું.(તાપ ધીમો રાખો)
- 7
થોડું ચડ્યા પછી (તાપ ફાસ્ટ રાખો) તેમાં તેલ નાખો. અને ઉપરની બાજુ સાંભાર મસાલો અને કોથમીર નાંખો. ત્યારબાદ તેના ઉપર બનાવેલો મસાલો મૂકો.
- 8
ક્રિસ્પી થાય પછી ઢોસા ને બંને બાજુથી ફોલ્ડ કરવો. અને તૈયાર થયેલો ઢોસા ને એક પ્લેટમાં લેવો.
- 9
તૈયાર થયેલા ઢોસા ને સર્વિંગ પ્લેટ મા લઈ સાંભાર, ચટણી અને ભાજી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (4)