વઘારેલો રોટલો(Vgharelo Rotlo Recipe in Gujarati)

વઘારેલો રોટલો કાઠીયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત છે. તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
વઘારેલો રોટલો(Vgharelo Rotlo Recipe in Gujarati)
વઘારેલો રોટલો કાઠીયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત છે. તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટામેટા, લીલા મરચાં ઝીણાં સમારી લેવા ત્યારબાદ લસણ, આદુ ની પેસ્ટ બનાવી લેવી. રોટલા નો બારીક ભુકો અને ખાટી છાશ
- 2
હવે ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ રાઈ નાખવી રાઈ તતડી જાય ત્યાર બાદ જીરું નાંખવું તતડી જાય ત્યાર બાદ હિંગ નાખી ડુંગળી સાંતળવી તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળી
- 3
ત્યારબાદ મીઠા લીમડાના પાન, લીલું મરચું,લસણ આદુની પેસ્ટ અને ટામેટા તેને બરાબર સાંતળી લેવું ત્યારબાદ ખાટી છાશ નાખી બરાબર હલાવતા રહેવું જેથી કરીને છાશ ફાટી ના જાય પછી તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ છાશ ઉકળવા માંડે પછી તેમાં રોટલા નો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લેવો 5 થી 7 મિનીટ સુધી પાકવા દેવો 5 થી 7 મિનિટ સુધી પાકી જાય ત્યારબાદ કોથમીર ભભરાવી દેવી.
- 5
તૈયાર છે આપણો કાઠીયાવાડી સ્પેશ્યલ વઘારેલો રોટલો સર્વિંગ બાઉલમાં સર્વ કરી વઘારેલા રોટલાનો સ્વાદ માણો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)