રીંગણાં નો ઓરો(ringana oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને શેકી લો, છાલ ઉતારી મેશ કરી લો. લોયા માં તેલ મૂકી હીંગ એડ કરો. લીલીડુંગળી અને ટામેટાં સાંતળો.
- 2
હવે તેમાં લસણની પેસ્ટ, આદુનો ખમણ, લીલી હળદરનું ખમણ, એડ કરીને પાંચ મિનિટ સાંતળવા દો.
- 3
હવે તેમાં હળદર,ધાણાજીરૂ, લાલ મિર્ચ પાઉડર,1 ચમચી ગોળ,લીલા મરચા ની કટકી,કોથમીર નમક એડ કરીને હલાવો. ત્યારબાદ મેશ કરેલા રીંગણા ને એડ કરો અને હલાવો.
- 4
પાંચ મિનિટ લોયા ને ઢાંકીને રાખો. અને ત્યાર બાદ ગરમા-ગરમ રોટલા સાથે ઓરો સર્વ કરો. મેં ડેકોરેશનમાં કોથમીર, લીલી ડુંગળી ના પાન અને નાની આંબલી નો ઉપયોગ કર્યો છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780760














ટિપ્પણીઓ (3)