બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટા છોલીને તેનો છુંદી લો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, હળદર, મીઠું, ખાંડ,મરી, વરીયાળી, ધાણાજીરૂ, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી બધું બરાબર મિક્સ કરો
- 2
હવે તે મસાલા ના નાનાં નાનાં બોલ બનાવી દો અને સાઈડમાં રાખી દો
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ, હળદર નાખી દો હવે થોડું થોડું પાણી નાખી ને ઘટ ખીરું તૈયાર કરો.
- 4
પછી તેમાં ખાવાનો સોડા નાખી દો અને તેના પર લીંબુનો રસ નાખી દો અને પછી તેનાં પર એક ચમચી ગરમ તેલ નાખી દો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ગેસ મિડિયમ તાપે કરો. હવે બટેટા ના બોલ ને ખીરામાં બોળી ને તેલમાં તળી લો પછી એક સર્વિગ પ્લેટમાં કાઢી આંબલી ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787207




ટિપ્પણીઓ (12)