શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)

#trend2
શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2
શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મસ્કો તૈયાર કરીશું,એના માટે મેં 3 મરિકા નું (ધોતી નું સફેદ કાપડ) લીધું છે અને રેતી લીધી છે
- 2
હવે રેતી ને જમીન પર પાથરવાની છે, તેના પર બે મરિકા ના કાપડ પાથરવાના,પછી તેના પર દહીં નાખવાનું
- 3
પછી તેને તાવીથા વડે કે ચમચા વડે સરખું પાથરી દેવાનું
- 4
પછી તેના પર એક મરિકા નું કપડું પાથરી દેવાનું
- 5
ત્યારબાદ તેને ૩ કલાક પછી આ દહીં એકદમ જામી જશે એટલે પાણી બધું જ નીકળી ગયું હશે
- 6
આમ આ દહીં નો મસ્કો તૈયાર છે, હવે આપણે આગળ ની તૈયારી કરીશુ
- 7
હવે આ દહીંના મસ્કા ને એક તપેલાં માં નાખી તેમાં દળેલી ખાંડ ઉમેરી તેને હાથ વડે મસળવાનો છે,જ્યાં સુધી ખાંડ એક્દમ ઓગળી ન જાય ત્યાં સુધી તેને મસળવાનો છે
- 8
દહીંના મસ્કા ને જેટલું વધારે મસલસું તેના થી તે એકદમ નરમ બનશે અને દહીની ગોળી તૂટી જશે
- 9
૧૫-૨૦ મીન હલાવીને તેમાં ૧ વાટકી મલાઈ નાંખી મસ્કા ને હલાવી લેવાનું
- 10
પછી તેમાં દૂધ માં પ્લાંરેલી કેસર નાખી પાછું તેને બરોબર હાથ વડે હલાવી લેવાનું
- 11
પછી તેમાં ઇલાયચી નો ભૂકો અને સમારેલાં ડ્રાઈફ્રુટ નાખી એક વાર હલાવી લેવાનું
- 12
ફ્રેંડ્સ આ રીતે રેતી માં શ્રીખંડ ૧ દિવસ મા બની જાય છે, રેતી પર કપડું પાથરીને કરવાથી તેમાં કોઈ કાંકરી રહી નથી જતી, રેતી દહીંનું પાણી જલ્દી સોસી લે છે અને શ્રીખંડ જલ્દી અને ટેસ્ટી બને છે, તો તમે અચૂક ટ્રાઈ કરજો
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ