મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન ને ચાળી લો. પછી તેમાં ઘી અને દુધ નાખી અને બરાબર મિક્સ કરો બંને હાથ ની મદદ થી બરાબર મિક્સ કરો અને ધરાબો નાખો. તેને ૩૦ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે જાડા કાણા વારી ચારણી લઈ તેમાં લોટ ને ચાળી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થઈ જાય એટલે લોટ નાખો ધીમા તાપે લોટ ને બરાબર સેકો. લોટ ને શેકાતા ૩૦ મિનિટ જેવું લાગશે.
- 3
લોટ લાલાશ પડતો થઈ ત્યાં સુધી શેકવો. પછી તેમાં માવો નાખવો અને બરાબર મિક્સ કરવું. પછી ગેસ બંધ કરવો.
- 4
બીજા પેન માં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખવું અને ચાસણી થવા આવે એટલે કેસર નાખો અને ૧ તાર ની ચાસણી કરવી. ચાસણી થઈ જાઈ એટલે તેને લોટ ના મિશ્રણ માં નાખી ને બરાબર મિક્સ કરવું.
- 5
હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરવું. અને મિશ્રણ તેમાં નાખવું. અને ઠંડું થવા દેવું. થોડું ઠંડું થઈ એટલે ઉપર થી બદામ પીસ્તા ની કતરણ નાખવી.પછી જેવા આકાર માં ટુકડા કરવા હોય તેવા ટુકડા કરી સર્વ કરવું.
- 6
તો તૈયાર છે સ્વાદિષ્ટ મોહનથાળ
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ