છોલે પોટેટો સબ્જી (Chhole Potato Sabji Recipe in Gujarati)

આ સબ્જી મે ગુજરાતી સ્ટાઈલમા બનાવવાની ટ્રાઈ કરી છે.છોલે ચણા નો સ્વાદ બહુ જ સરસ લાગે છે.....એક વાર ટ્રાઈ કરવા જેવુ છે.
છોલે પોટેટો સબ્જી (Chhole Potato Sabji Recipe in Gujarati)
આ સબ્જી મે ગુજરાતી સ્ટાઈલમા બનાવવાની ટ્રાઈ કરી છે.છોલે ચણા નો સ્વાદ બહુ જ સરસ લાગે છે.....એક વાર ટ્રાઈ કરવા જેવુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાને 3થી4 કલાક પલાળો. પછી ચણા અને બટાકા ને મીઠું નાખી બાફી લો. બાફી લો. બફાઈ જાય પછી એક બટેકુ ઝીણુ સમારો અને એક બટેકુ છીણી લો.
- 2
પછી થી ટામેટાં ની ગ્રેવી કરી લો. હવે વઘાર મૂકો,તેમા થોડુ જીરુ નાખો. તેમા ટામેટાં ની ગ્રેવી નાખી તેલ છુટુ પડે ત્યા સુધી સાંતળો.
- 3
હવે તેમા શીંગદાણા નો ભૂકો નાખો. તેને બે મિનિટ સાંતળો. તેમા લાલ મરચુ, હળદર, ગરમ મસાલો નાખો. અને બે મિનિટ સુધી હલાવતા રહો.
- 4
હવે તેમા ચણા અને સમારેલુ બટેકુ ઉમેરો. હવે તેમા અડધો કપ જેટલુ પાણી ઉમેરો. અને છીણેલુ બટેકુ ઉમેરો અને બરાબર મીક્ષ કરી લો. મીઠું જરુર મુજબ ઉમેરવુ.અને ઢાંકી ને 5 થી 7 મિનિટ રહેવા દો. (આ સબ્જી સ્વાદ મા થોડી મોળી થશે સ્પાઈસી બનાવવા માટે મસાલા નુ પ્રમાણ વધારવુ.)
- 5
પાણી બળી જાય પછી તેમા મલાઈ નાખવી.
- 6
આ સબ્જી ને રોટલી કે પરાઠા સાથે પીરસો.......
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)