વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા નો લોટ લેવાનો
- 2
તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી હલાવી લેવાનું
- 3
પછી તેમાં અજમો, ૧ ચમચી હિંગ,મરી નો ભૂકો અને કપડા નો સોડા નાખી તેને હલાવી લેવાનું
- 4
પછી તેમાં ૧ વાટકી તેલ નાખી તેને બરોબર હલાવી લેવાનું
- 5
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી તેનો લોટ બાંધવાનો લોટ થોડો કઠણ રાખવાનો, એકદમ નરમ નહિ બાંધવાનો
- 6
ત્યારબાદ બાંધેલા લોટ માંથી થોડો લોટ લઇ તેને તેલ વડે મસળી ને હાથ વડે વણવાના
- 7
ત્યારબાદ વણેલા ગાંઠિયા ને તેલ માં તરી લેવાના
- 8
તેલ માં નાખ્યા બાદ ગાઠિયા ને બેય બાજુ હલાવના,૫ મિનટ સુધી રાખવાના
- 9
ત્યારબાદ ગાઠિયા ને ગેસ પર થી ઉતારીને તેના પર હિંગ ચાટવાની
- 10
આમ આ વણેલા ગાંઠિયા ને ચા સાથે ખાઈ શકાય છે, તેની સાથે લીલી ચટણી, પપૈયા નો સંભારો, તારેલું લીલું મરચું સાથે ઓર ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ