સુખડી(Sukhdi Recipe in Gujarati)

#trend4
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક નોનસ્ટિક લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકી દેવી. તેમાં એક વાટકી ઘી એડ કરવું નોનસ્ટિક ની જગ્યા આ તમે કોઈ પણ કડાઈ નો ઉપયોગ કરી શકો છો
- 2
. ઘી થોડુંક જ ગરમ થાય અથવા જો તમે ગરમ કર્યા વગરનુ ઘી લીધું હોય તો તે ઘી 1/2 પીઘળે કે તરત જ તેમાં જીણો સમારેલો એક વાટકી ઘઉં નો લોટ એડ કરી દેવો. ગેસ સાવ જ ધીમો રાખવો. સુખડી બનાવતી વખતે ગેસની ફ્લેમ ફુલ રાખવી નહીં.
- 3
ઘઉં નો લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો ને ઇલાયચી પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો
- 4
ત્યારબાદ સુખડી પાથરવા માટે થાળી લઈ તેને ઘી થી ગ્રીસ કરી આ થાળીમાં સુખડી પાથરો. થાળીમાં પાથરી ગરમ હોય ત્યારે જ તેના ચોસલા પાડી લો. તો તૈયાર છે 'સુખડી'.
- 5
આ સુખડીને ગરમા ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે. તેમજ આ સુખડી ઠંડી પડે એટલે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ