સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#trend4
#Week 4
આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે

સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)

#trend4
#Week 4
આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ થી ૧ કલાક
  1. ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. મીઠુ સ્વાદાનુસાર
  3. ૧ ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  4. ૧ ટી સ્પૂનખાવાનો સોડા
  5. પાણી જરૂર મુજબ
  6. ૬ ટી સ્પૂનખાંડ
  7. ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ચમચીલસણ ની પેસ્ટ ૧_૨
  9. ૨ ચમચીતેલ
  10. ૧ નાની ચમચીહિંગ
  11. વઘાર માટે
  12. ચમચીતલ ૧_૨
  13. ૧ ચમચીરાઈ
  14. ચમચીતેલ ૨_૩
  15. લીલા મરચા ૨_૩
  16. ૧/૨ કપદાડમ ના દાણા
  17. કોથમીર જરુર મુજબ
  18. નાયલોન સેવ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧/૨ થી ૧ કલાક
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ માં પાણી લગભગ પોણા કપ જેટલું લો તેમાં મીઠું,ખાંડ,હિંગ અને લીંબુ ના ફૂલ ને ઉમેરી બધું ઓગળે ત્યાં સુધી હલાવો

  2. 2

    ત્યારબાદ તેમાં અદુમરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં ધીમે ધીમે ચણા નો લોટ ઉમેરતા જાવ અને એક જ તરફ હલાવતા જાવ અને બધું બરાબર મિકસ કરો

  4. 4

    હવે એક કડાઈમાં પાણી મૂકી તેના પર એક કાંઠો મૂકી જે વાસણ માં ખમણ કરવા હોય અને તેલ લગાવી એમાં ગરમ કરવા મૂકો

  5. 5

    હવે છેલ્લે આ મિશ્રણ માં ખાવાનો સોડા નાખી ખૂબ ફીણો અને તરત તેને વાસણ મા રેડી દો અને ઢાંકી ૧૫_૨૦ મિનિટ બાફવા દો

  6. 6

    ત્યારબાદ બહાર કાઢી બરાબર થડું પડે ત્યાં સુધી રહેવા દો

  7. 7

    હવે તૈયાર ખમણ ને ખમણી ની મદદ થી જીનો ભૂકો કરી લો

  8. 8

    હવે એક પેન મા તેલ મૂકી રાઈ, તલ લીલામાર્ચા નાખી વઘાર તૈયાર કરી લો અને હવે તેમાં ખમણ નો ભુક્કો નાખી બધું બરાબર મિક્સ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર

ટિપ્પણીઓ

Similar Recipes