પોષણક્ષમ ખીચડી (Khichdi Recipe In Gujarati)
#GA4#Week7
રાંધવાની સૂચનાઓ
- 1
પોષણક્ષમ ખીચડી માં શરીરને જરૂરી બધા મુખ્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં રહેલા છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ.
આ ખીચડી બનાવવા માટે ઉપર પ્રમાણે ના બધા ઘટકો એકઠા કરો. - 2
ચોખા મગ દાળ અને પલાળેલા ઘઉં કુકર કુકરમા જરૂર મુજબ પલળે એટલું પાણી નાખી અડધો કલાક પલળવા દો.
- 3
હવે ગેસ ચાલુ કરો તેની પર કુકર મૂકી તેમાં ૩ ગ્લાસ પાણી નાખો અને ઓટ્સ સીંગદાણા તલ તેમજ છોલી અને ટુકડા કરેલ બટેટુ ઉમેરો ત્યારબાદ સ્વાદમુજબ મીઠુ સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ત્રણ સીટી થાય ત્યાં સુધી પકાવો હવે ગેસને ધીમો કરો અને ધીમા ગેસ પર દસ મિનિટ સુધી પાકવા દો.
- 4
ગેસ બંધ કરો કુકર ખુલે તેટલું ઠંડુ થવા દો અને ત્યારબાદ ખોલો અને ચમચા વડે બરાબર મિક્સ કરો
- 5
આ પ્રમાણે તૈયાર થયેલ ખીચડીને સર્વિંગ બાઉલમાં તેની ઉપર ઘી મૂકી, બાજરીના રોટલા, શાક અને ડુંગળી ટામેટા મરચાના સલાડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ