મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ અને ચોખા ને ૩૦ માટે પલાળી લેવાના છે. લસણ અને આદુ ની કટકી કરી લેવી.
- 2
પલળી ગયા પછી આવા દેખાશે.
- 3
એક પેન માં ઘી નાખી ને તેમાં આદુ અને લસણ ઉમેરી દેવાના, ત્યારબાદ તેમાં દાળ અને ચોખા ઉમેરી લેવાના છે, ૩ વાટકી પાણી ઉમેરવાનું છે અને મીઠું અને હળદર ઉમેરી લેવા. અને તેને ૩ સિટી ફૂલ ગેસ એ વગાડી લેવી અને ૧ સિટી ધીમા ગેસ વગાડી ને સિજવા દેવી.
- 4
પછી તેને સર્વ કરો.
Similar Recipes
-
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
મગની છોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
આ એક એકદમ ઓથેન્ટિક ગુજરાતી વાનગી છે આ વાનગી છોતરા વાળી મગનીદાળ અને ચોખા થી બનતી વાનગી છે. આ એકદમ હેલ્ધી અને ઝડપથી બનતી વાનગી પણ છે. આપણે જયારે બહાર ફરવા ગયા હોયે કે પછી ઘણા દિવસથી બહાર નું જમતા હોયે ત્યારે આપણ ને આવું કઈ સાદું ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલા ખીચડી યાદ આવે. આ વાનગી ને તમે ડાયટ ફૂડમાં પણ સામેલ કરી શકો છો. તો ચાલો બનાવીએ મગની છોતરાવાળી દાળ ની ખીચડી .#GA4#week7 Tejal Vashi -
-
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
#KS1#veggi khichadi#yummyમસાલા ખીચડી (બંગાળી સ્ટાઇલ Swati Sheth -
ઓટ્સ અને મગની દાળની વેજીટેબલ ખીચડી (Oats & Moong Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Alpana m shah -
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas -
-
-
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
સાદી ખીચડી (Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 સાદી ખીચડી જે બનાવવામાં ખૂબજ ઝડપથી બને છે અને હેલ્ધી પણ છે .તેને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Madhuri Dhinoja -
દાલ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને પાચન માટે પણ ખૂબ જ સારી છે.જ્યારે કોઈ ની ઘર માં તબિયત સારી ના હોય ત્યારે પણ ખીચડી પચવામાં ખૂબ જ સહેલી છે.અને જલ્દી બની પણ જાઈ છે.ખીચડી ગુણ કારક હોય છે.ખીચડી શરીર માંથી નુકસાનકારક તત્વો ને દૂર કરી વાત, પિત્ત,અને કફ ને સંતુલિત કરી આપણા શરીર ને બધા રોગ ને લડવાની શક્તિ આપે છે. Veena Chavda -
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)
#india2020 થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છેઆ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે Kruti Ragesh Dave -
દૂધી ની ખીચડી (Dudhi Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી મા બટેટા ની જગ્યા એ દૂધી નો ઉપયોગ કર્યો છે.જે હેલ્થ માટે પણ ખૂબ જ સારી. Bhakti Adhiya -
સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
સુકી મગની દાળ એક કમંપલીટ ભોજન છે જે ગુજરાતી ઘરો માં રવિવારે લંચ માં બનાવવામાં આવે છે.સાદુ પણ પોષ્ટીક લંચ.#RC1 Bina Samir Telivala -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichadiખીચડી તો બધા ના ઘર માં બનતી હોય છે પણ દ્વારકા ની ગૂગળી જ્ઞાતિ ની સ્પેશ્યલ છુટ્ટી ખીચડી અને ઓસામણ તમે ખાધા છે? નહિ ખાધા હોય, તો જોઈ લો રેસિપી😊 Megha Thaker -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#GA4 #week7 #khichdiકાઠિયાવાડમાં સાંજના જમણમાં ભાખરી, શાક કે કઢી સાથે ખીચડી પીરસવામાં આવે છે. નાના બાળકોને તેમજ વડીલો માટે ઘી સાથે ખીચડી કે દૂધ સાથે ખીચડી પૂરતો ખોરાક છે,વળી ખીચડી પચવામાં પણ ઝડપી હોય બીમાર લોકોને પણ આપી શકાય છે. શિયાળામાં ઠંડી ખીચડી સાથે કાચું તેલ ખાવાની મજા જ કંઈ ઓર છે. Kashmira Bhuva -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928936
ટિપ્પણીઓ (8)