ભાખરવડી (Bhakarvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નાં લોટ માં અજમો, મીઠુ તથા તેલ ઉમેરી લોટ બાંધી લો.
- 2
હવે ચણા નાં લોટ માં મીઠુ, લાલ મરચું પાઉડર, હળદર, ધણા જીરું, ગરમ મસાલો, અજમો, ચાટ મસાલો, આંબલી નો પલ્પ, તલ, કસુરી મેથી તથા તેલ ઉમેરી તેનો કડક લોટ બાંધી લો.
- 3
હવે પેલા મેંદા નાં લોટ ની રોટલી વણી લો. ત્યાર બાદ ચણા નાં લોટ ની રોટલી વણી લો.હવે મેંદા નાં લોટ ની રોટલી પર ચણા નાં લોટ ની રોટલી રાખી કડક રોલ ત્યાર કરી લો.
- 4
હવે તેના કાપા પાડી એકસરખા પીસ કરી ગરમ તેલ મા તળી લો.
- 5
ત્યાર છે બાળકો ની મનપસંદ ભાખરવડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13998254















ટિપ્પણીઓ