ઈદડા (Idada Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#GA4 #Week8 #steam
ઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે.

ઈદડા (Idada Recipe In Gujarati)

#GA4 #Week8 #steam
ઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 3 વાટકીચોખા
  3. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીખાવાનો સોડા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/4 ચમચીહિંગ
  7. 2 ચમચા તેલ
  8. 2 ચમચીરાઈ
  9. 4-5લીલા મરચાં
  10. 6-8મીઠા લીમડા ના પાન
  11. 1 વાટકીદહીં
  12. 1 ચમચીતલ
  13. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ અને ચોખાને ધોઈને 7-8 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી પાણી નિતારી મિક્સર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં દહીં ઉમેરી 7-8 કલાક ઢાંકીને આથો આવવા મૂકી દો.

  3. 3

    હવે તેમાં હિંગ, મીઠું, ખાવા નો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તેને થાળી માં કાઢી ઢોકળીયામાં મૂકી 12-15 મિનિટ માટે બાફવા મુકો.

  5. 5

    તૈયાર થઈ જાય એટલે ટુકડા કરી લો.

  6. 6

    હવે તેને વઘાર કરવા માટે કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલા મરચાં ના ટુકડા, લીમડો,તલ, કોથમીર ઉમેરી ઈડદા ઉમેરી હલાવી લો.

  7. 7

    ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes