રીંગણ નો ઓળો(Ringan bharthu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ,ટામેટા,મરચાં ને તેલ લગાડી શેકી લો. હવે ઠુંડું પડે પછી તેની છાલ ઉતારી ટામેટા,મરચાં ને ઝીણા સમારી લો.તેમજ રીંગણ નો છુંદો કરી લો.
- 2
હવે એક પેન માં તેલ લો ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળી લો.હવે તેમાં ટામેટા,મરચાં નાંખી બરાબર એકરસ થાય સુધી સાંતળી લો.
- 3
હવે તેમાં લાલ મરચું,આદુ-લસણ,મરચાં ની પેસ્ટ,મીઠું,લાલ મરચું,નાંખી મિક્ષ કરો.ગવે તેમાં કોથમીર,લીલું લસણ નાંખી ઢાંકણ ઢાંકી ૨ મિનિટ થવા દો.
- 4
હવે તેમાં રીંગણ નો છુંદો નાંખી મિક્ષ કરી ગરમ ગરમ બાજરી ના રોટલા,છાશ સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14061876













ટિપ્પણીઓ (4)