ચોકલેટ બરફી રોલ (Chocolate barfi roll recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week10
#chocolate
ચોકલેટ બરફી રોલ એ માવામાંથી બનતી મીઠાઈ છે. માવા સિવાય મિલ્ક પાઉડર થી પણ આ મીઠાઈ બનાવી શકાય છે. ચોકલેટ બરફી રોલ ખૂબ જ ઝડપથી અને ઓછા ઇન્ગ્રીડિયન્સ થી બનતી મીઠાઈ છે.
તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં, પાર્ટીઝમાં કે કોઈ જમણવારમાં દરેક જગ્યાએ આ મીઠાઈ પસંદ કરવામાં આવે છે. ચોકલેટી ફ્લેવર હોવાથી બાળકોને પણ આ મીઠાઈ પસંદ પડે છે. તો ચાલો બધાને પસંદ પડે તેવી આ મીઠાઈ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 500 ગ્રામમાવો (ખોયા)
  2. 400 ગ્રામખાંડ
  3. 2 tbspકોકો પાઉડર
  4. 2 tspવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક કડાઈમાં માવો અને ખાંડ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ધીમા તાપે શેકવાનું છે.

  2. 2

    ખાંડનું પાણી બળી જાય અને મિક્સચર એકદમ જાડુ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે સતત હલાવતા તેને શેકવાનું છે.

  3. 3

    તૈયાર થયેલા જાડા મિક્સચર માથી 1/2 મિક્સચર અલગ કાઢી લઇ બાકીના અડધા મિક્સચર કોકો પાઉડર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    અલગ કાઢી લીધેલા મિક્સચરમાં વેનિલા એસેન્સ ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    ચોકલેટ મિક્સચર ના એક સરખા બે ભાગ કરી તેનો રોલ બનાવવાનો છે. તે જ રીતે વેનીલા એસન્સવાળા મિક્સચર ના બે સરખા ભાગ કરી બંને ભાગના પણ બે સરખા ભાગ કરી ટોટલ ચાર રોલ બનાવવાના છે.

  6. 6

    ચોકલેટ મિક્સરવાળા રોલમાં ઉપરની અને નીચેની સાઈડ પર વેનીલા એસન્સ વાળા રોલ લગાડી તેનો એક રોલ બનાવી લેવાનો છે.

  7. 7

    આ રોલને એક છેડેથી પકડી બીજા છેડેથી હાથથી twist કરવાનો છે. જેથી આપણો ચોકલેટ બરફી રોલ તૈયાર થઈ જશે.

  8. 8

    આ રોલને આપણી પસંદગીની સાઈઝમાં કટ કરી સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes