મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી મૂકી તેમાં સમારેલા કાંદા નાખી બ્રાઉન રંગ થાય સુધી થવા દેવું. ત્યારબાદ એમાં આદુ,લસણ અને કાજુ નાખી સાંતળવા દેવું. ત્યારબાદ એમાં ટામેટાં નાખી ચડવા દેવું. ત્યારબાદ એમાં ૨૦૦ મિલિ પાણી નાખી ઢાંકી ને ૪-૫ મિનિટ માટે થવા દેવું. એ ઠંડું પડે એટલે મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 2
ત્યારબાદ બટાકા ને બાફી ને છીણી લેવા. ત્યારબાદ એમાં છીણેલું પનીર, કોર્ન ફ્લોર,ધાણાજીરૂ પાઉડર,મીઠું, લાલ મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરી ગોળા વાળી લેવા.
- 3
ગોળા ને મેંદા માં રગદોળી નોનસ્ટીક તવા પર શેલો ફ્રાય કરી લેવા. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો.
- 4
ત્યારબાદ એક પેનમાં ૨ ચમચી ઘી મૂકી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને ઘટ્ટ થવા દેવું. ત્યારબાદ એમાં મીઠું,ગરમ મસાલો, કસૂરી મેથી,મલાઈ નાખી ઉકળવા દેવું.
- 5
ત્યારબાદ એક પ્લેટમાં કોફતા કાઢી ઉપર ગ્રેવી નાખી, મલાઈ નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (8)