મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચાળી ને તેમાં મીઠું, ચપટી ખાંડ,હિંગ, મરી,ધાણા,અજમો એડ કરી થીક બેટર બનાવો.
- 2
હવે તેમા મેથી,લીલું લસણ, મરચાં ની કટકી,ધાણા ભાજી,આદુ ની કટકી,એડ કરો.
- 3
બધું બરાબર મીક્ષ કરી લેવું ને દસ મીનીટ રાખી દેવું, બાજું મા તેલ ગરમ મુકી દેવું. પછી બેટરમા ખાવાનો સોડા એડ કરવો, તેની ઉપર એક લીંબુ નો રસ એડ કરવો. ને બે ચમચા ગરમ તેલ એડ કરીને બધું બરાબર ફેટી લેવું. ને મીડીયમ હાઇ તેલમાં ગોટા તળી લેવા.
- 4
મીડીયમ હાઇ ફલેમ ઉપર તળસો એટલે ગોટા લાલ પણ નહી થાય ને અંદર થી એકદમ જારી પડસે. બીલકુલ બાર જેવા જ બનસે.
- 5
તો રેડી છે આપણાં ગરમાગરમ બેસન મેથીના ગોટા. જે લીલી ચટણી. ખજુરની ચટણી કે સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171334










ટિપ્પણીઓ