રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)

રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોફ્ટ બટર લો. તેમા બ્રાઉન ખાંડ અને કેસ્ટર ખાંડ એડ કરો.
- 2
હવે તેને વ્હીસ્ક ની મદદ થી બરાબર મિક્સ કરી લો. એકદમ ફ્લફી થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં વેનીલા એસેન્સ અને લીક્વીડ રેડ ફૂડ કલર એડ કરો. અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેંકીંગ પાઉડર ઉમેરો. આ મિશ્રણને બટર ના મિશ્રણ માં ચાળી ને ઉમેરો.
- 4
આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં દૂધ લો અને તેમાં લીંબુનો રસ ઉમેરી ને ફલેવર તૈયાર કરો.
- 5
હવે દૂધ ના મિશ્રણ ને કૂકીઝ ના મિશ્રણ માં ઉમેરો અને બરાબર મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણ ને ૩૦ મીનીટ માટે ફ્રીઝમાં રેસ્ટ આપો.
- 6
હવે કૂકીઝ ના મિશ્રણ માં થી નાના નાના ગોળા વાળી લો અને તેને પ્રીહીટેડ ઓવન મા ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૨૦ મીનીટ માટે બેક કરો.
- 7
૧૮ મીનીટ પછી બેંકીંગ ડીશ ને બહાર કાઢી ને બધા કૂકીઝ પર વ્હાઇટ ચોકલેટ ચિપ્સ લગાવીને ૨ મીનીટ માટે બેક કરો.બેક થયેલા કૂકીઝ ને નેટ પર ઠંડા થવા દો.
- 8
રેડ વેલ્વેટ કૂકીઝ ને મીલ્ક સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
- સેવ (Sev Recipe in Gujarati)





















ટિપ્પણીઓ (11)