મેંગો ગુલાબજાંબુ સ્ત્ફદ રસગુલ્લા (Mango Gulab jambu stuffed rasgulla Recipe in Gujarati)

#GA4
#week24
#cookpadturns4
કેરી એક એવું ફળ છે જે દરેક ને પસંદ છે..કેરી ને કોઈ પણ રૂપ માં કે કોઈ પણ વાનગી માં ઉમેરીને એનો સ્વાદ વધારી શકાય છે..તેથી મે મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા બનાવ્યા છે.જેમાં મેંગો ગુલાબજાંબુ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ કર્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ગુલાબજાંબુ નું પ્રીમિક્સ લઈ તેમાં મેંગો પ્યોરી ઉમેરી લોટ બાંધી લો.
- 2
હવે હાથ પર ઘી લગાવી લોટ ને સારી રીતે મસળી લો.ત્યાર બાદ એક વાસણ મા ખાંડ અને પાણી લઈ મધ્યમ આંચ પર ચાસણી તૈયાર કરો.
- 3
હવે ગુલાબજાંબુ ના મિક્સ ના નાના એકસરખા લુઆ કરી લો.ત્યાર બાદ તેમાં ડ્રાય ફ્રૂટ ભરી એકસરખા બોલ્સ વાળી લો.
- 4
હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકી ધીમા તાપે બધા ગુલાબજાંબુ તળી લો.
- 5
હવે ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 6
ત્યાર બાદ એક બાઉલ માં પનીર લઈ તેને સારી રીતે મસળી લો.હવે તેના એકસરખા લુઆ વાળી તેમાં ગુલાબજાંબુ મૂકી તેને વાળી લિસા બોલ્સ વાળી લો.હવે તેને ચાસણી માં ઉમેરી સેટ થવા દો.
- 7
હવે શાહી મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)