હૈદરાબાદી મીર્ચ સાલન
#GA4#Week13
રાંધવાની સૂચનાઓ
- 1
હૈદરાબાદી મીર્ચ સાલમ આ એક ગ્રેવી અને મરચા માંથી બનતી સાઇડ ડીશ છે જ બીરીયાની સાથે સર્વ કરવા મા આવે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ખાટું મીઠું હોય છે તેથી પરોઠા વગેરે સાથે પણ ખાઈ શકાય. આ બનાવમાં ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો
- 2
એક પેનમાં સીંગદાણા થોડા શેકાઈ પછી તેમાં તલ ધાણા અને જીરૂ ઉમેરો અને બરાબર શેકાય એટલે લાલ સૂકા મરચાં નાખીને થોડીવાર બાદ ગેસ બંધ કરવો. ઠંડુ થવા દો ત્યારબાદ ક્રશ કરીને સાઇડ પર રાખો
- 3
લીલા મરચા માં ઊભી ચીર પાડવી અને બધાજ બી કાઢી લો તેમાં ખજૂર આમલીની ચટણી ભરો
- 4
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં મરચા સાંતળવા સાંતળાય જાઈ પછી કાઢી લો. હવે આજ પેનમાં રાઈ નાખો તતડાવો પછી લીમડાની પતી ઊમરી ફરીથી સાંતળો બાદ કાપેલા કાંદા ઉમેરી સાંતળો ૨ મિનિટ બાદ મરચું હળદર મીઠું ઉમેરો આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી મીક્સ કરો ત્યારબાદ તેમાં સીગ તલ માં થી ઉપર બનાવેલ ભુક્કો નાખવો અને બરાબર મિક્સ કરો હવે ખજૂર આમલીની ચટણી નાખી મિક્સ કરો.
- 5
ઉપર મુજબની તૈયાર થયેલા ગ્રેવીમાં આપણે તૈયાર કરેલા મરચા ઉમેરો અને સર્વિગ ર્ટ્ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ