લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#Week13
મહારાષ્ટ્ર ની આ લીલા મરચાં માંથી બનતી એક ચટણી કહી શકાય જે થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય..

લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)

#GA4
#Week13
મહારાષ્ટ્ર ની આ લીલા મરચાં માંથી બનતી એક ચટણી કહી શકાય જે થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ લીલા મરચાં
  2. ૧ કપસીંગદાણા
  3. ૪ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ ટેબલ સ્પૂનજીરુ
  5. ૨૦ થી ૨૫ લસણ ની કડિયો
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક કડાઈ માં તેલ મૂકી તેમાં સીંગદાણા ને સાંતળો..૨ મિનિટ માટે સીંગદાણા સંતળાઈ જાય એટલે તેને બીજા પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે એજ કડાઈ માં બચેલા તેલ માં જીરું મૂકી તતડાવો.. પછી લસણ ની કડિયો નાખી તેને પણ સાંતળી લેવી.

  3. 3

    પછી તેમાં લીલા મરચાં નાખી ને હલાવી બધું સેકવા દેવુ..૨ મિનિટ માં સેકાઇ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડું થવા દેવુ..

  4. 4

    ત્યાં સુધી સીંગદાણા ને ગ્રાઇન્ડર માં દરદરું પીસી લેવા.

  5. 5

    પછી તેમાં જ મરચાં નું મિશ્રણ નાખી દર્દરું પીસી લેવું.. પછી તેમાં આગળ પડતું મીઠું અને લીંબુ નો રસ ઉમેરવો.

  6. 6

    ઉપર થી તેલ નાંખી ઠેચા ને સર્વ કરવા... તીખા તમતમતા સ્વાદવાડી આ ચટણી થેપલા, ભાખરી સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes