તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ને ૭-૮ કલાક પલાળી રાખો અને પછી તેને કૂકર મા પાણી નાખી બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં હીંગ અને જીરું ઉમેરો.
- 3
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ, મરચાં અને આદુ ની પેસ્ટ નાખી નેસાંતળો.
- 4
ડુંગળી બરાબર સંકળાઇ જાય એટલે તેમાં ઝીણી સમારેલી લીલું લસણ અને ઝીણી સમારેલી લીલી ડુંગળી નાંખીને બરાબર મિક્સ કરી લો.
- 5
થોડી વાર પછી તેમા ટામેટા ની પ્યુરી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 6
આને હવે ઢાંકી ને કૂક થવા દો. તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલી તુવેર ઉમેરો અને જરુર પ્રમાણે પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 7
બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 8
તુવેર ટોઠા ને બ્રેડ, ઝીણી સેવ અને ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225126



















ટિપ્પણીઓ (2)