કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)

કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કણક માટેની બધી વસ્તુઓ લઈ જરૂર મુજબ પાણી ઉમેરતા જય કણક બાંધવી છેલ્લે એક ચમચી તેલ ઉમેરી કણક ને મસળી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપો
- 2
ત્યારબાદ ખમણેલી કોબીજ અને ગાજરને લઈ તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી દસ મિનિટ માટે રહેવા દેવું. પછી હથેળીથી પ્રેસ કરી પાણી નીચોવી લેવું
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને અમરેલા કોબી ગાજર ઉમેરી ઉપર લસણ ની પેસ્ટ અને મસાલા કરી મિક્સ કરવું એકથી બે મિનિટ માટે તેને સાંતળો કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરવો (મીઠું પ્રમાણસર હશે તો ઉપરથી ઉમેરવાની જરૂર નહિ પડે નહીં તો થોડું ઉમેરી દેવું)
- 4
દહીમાં ચટણી અને જરૂર મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખો
- 5
સલાડ માટે ટામેટા અને ડુંગળી માં મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું
- 6
ત્યારબાદ લોઢી ને ધીમા ગેસ ઉપર ગરમ મૂકવી કણકમાંથી બેરુવાલા લઈ મીડીયમ રોટલી વણી એક રોટલી ઉપર સ્ટફિંગ પાથરી ઉપર બીજી રોટલી ઢાંકી ફરતે પ્રેસ કરી અટામણ લઈ મોટું પરોઠું વણી તવી માં બંને સાઇડ તેલ મૂકી chumki પડે તેવું શેકી લેવું આ રીતે બધા પરોઠા તૈયાર કરવા તો તૈયાર છે આપણા કોબી ગાજર ના સ્ટફ પરોઠા તેને મેં સલાડ, ટોમેટો કેચપ અને દહીંની ચટણી સાથે સર્વ કર્યા છે
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (4)