ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)

Kala Ramoliya @kala_16
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.ગરમ થઇ જાય એટલે તેમાં 1/2 ચમચી મીઠું નાખી નુડલ્સ નાખી બાફી લો.ત્યારબાદ એક ચારણીમાં નીતારી ઠંડુ પાણી રેડી દો.પછી થોડી વાર એક પ્લેટમાં કાઢી સુકાવા દો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો.ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી સારી રીતે તળી લો.
- 3
હવે એક બાઉલમાં ડુંગળી,તેના પાન, કેપ્સીકમ અને કોબીજ નાખો.હવે તેમાં વિનેગર, સોયા સોસ,સેઝવાન સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી મિક્સ કરો.
- 4
હવે એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં બધુ મિક્સ નાખી 3-4 મિનિટ રાખો.પછી તેમાં તળેલા નુડલ્સ નાખી સારી રીતે મિક્સ કરો.તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી નુડલ્સ ભેળ.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252055











ટિપ્પણીઓ (10)