બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)

Komal Batavia @cook_22279443
બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ને ગેસ ઉપર ગરમ કરો ગેસની આંચ ધીમી રાખવી ત્યારબાદ તેમાં બેસન એડ કરી અને ધીમા તાપે શેકી ને હલાવતા રહેવું.
- 2
જ્યાં સુધી બેસન નો કલર ગુલાબી ન થાય ત્યાં સુધી બેસનના લોટને હલાવતા રહેવું અને ત્યાર પછી તેમાં બે ચમચી દૂધ ઉમેરી ફરી હલાવતા રહેવું એકદમ દાનેદાર જેવું ગુલાબી કલર નું શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દેવો.
- 3
બેસન શેકેલો છે તે એકદમ ઠંડો થઇ ગયા બાદ જ ખાંડના પાઉડરને એડ કરવો.
- 4
ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ્સ અને ઇલાયચી પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી અને તેના લાડુ બનાવી લેવા.
- 5
એક પ્લેટ લાડુને ગોઠવતા જવું તો તૈયાર છે આપણા મસ્ત મજાના બેસનના લાડુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267723













ટિપ્પણીઓ (5)