કોબીજ નુ શાક

Kamini Patel
Kamini Patel @cook_25035688
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. ૨ નંગ લીલાં મરચા
  3. ૧ ચમચી રાઈ
  4. ૧ ચમચી જીરુ
  5. ૧ ચમચી હલદર
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ચપટી હિંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચી ખાંડ
  10. લીલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને ઝીણા સમારી લો. પછી તેને ધોઈ નાખો.

  2. 2

    એક કઢાઇ માં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો. રાઈ તતડે પછી તેમાં જીરું નખો. જીરું ફૂટે પછી તેમાં હળદર પાઉડર અને હિંગ નાખો.

  3. 3

    પછી તેમાં કોબીજ નાખો અને હલાવો. પછી તેમાં મીઠું લીલા સમારેલા મરચા નાખો.

  4. 4

    પછી તેમાં બીજા બધા મસાલા નાંખી ને ચડવા દો.

  5. 5

    ચડી જાય પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે કોબીજ નું શાક.

  6. 6

    લીલી કોથમીર ભભરાવીને રોટલી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes