શકરપારા (Sakkarpara Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ગોળ નુ પાણી બનાવી લેવુ (ગોળ ઓગળે એટલુ જ પાણી લેવુ પછી જરૂર પડ તો સાદું પાણી લઈ શકો છો)
- 2
હવે એક બાઉલમાં લોટ લઈ અને તેમા તેલ અને મીઠું નાખી ગોળ ના પાણી થી કઠણ લોટ બાંધી લેવુ. તેને ૫ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું. (મીઠું નાખવાથી શકકર પારા નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે)
- 3
હવે લોટને બરાબર મસળી લઈ તેના મોટા લુવા કરી લો. બીજી તરફ તળવા માટે તેલ ગરમ કરવા મુકો. હવે એક લુવો લઈ તેમાથી મોટી સાઈસ ની ભાખરી વણી લેવી.ભાખરી વધારે જાડી નઈ કે વધારે પાતળી નઈ એવી મિડિયમ થીક વણી તેમા ડાયમંડ શેપ ના કાપા પાડી ગરમ તેલ મા બદામી રંગના અને કડક થાય ત્યાં સુધી તળી લેવા. (તળતી વખતે ગેસ ધીમો રાખવો જેથી શકકર પારા અંદર સુધી તળાય, નહિ તો ઉપર થી લાલ થઈ જશે અને અંદર થી કાચા રહેશે)
- 4
આ શકકર પારા તમે સ્ટોર પણ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14283234











ટિપ્પણીઓ (2)