અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં 250 ગ્રામ ગ્રામ અડદનો લોટ લો. ત્યારબાદ તેમાં બે ચમચી દૂધ અને બે ચમચી ઘી ઉમેરો. તેને સરસ રીતે મસળીને ધાબો દો.
- 2
આ લોટને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને ઘઉંના ચાયના વડે ચાળી લો. લોટ એકદમ સરસ છૂટો થઈ જશે બધી કણી ભાંગી જશે. ત્યારબાદ એક જાડા ટીનના લોયામાં બે ચમચી ઘી મૂકી મોળો માવો શેકેલો.
- 3
માવો બરાબર શેકાઈ જાય પછી તે જ લોયા માં ફરી પાછું 250 ગ્રામ ગ્રામ ઘી મૂકો. તેની અંદર ધાબો દીધેલો અડદનો લોટ ઉમેરો. તેને સરસ રીતે શેકી લો.20 મિનિટ સુધી ધીમા તાપે શેકવા નો છે.
- 4
લોટ સરસ હોય તે શેકાઈ જાય પછી તેની અંદર ભેગો કરેલો ગુંદર ઉમેરો. ગુંદ નો ભૂકો સરસ રીતે મિક્સ થઇ જાય પછી તેમાં અડદીયાનો મસાલો 2 ચમચા ઉમેરો.. તેમાં ડ્રાયફ્રુટ ની કોતરણી ઉમેરો. મેં કાજુ બદામ પિસ્તા નો ઉપયોગ કર્યો છે.
- 5
હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી થોડીવાર ધીમા ગેસ પર શેકી લો. બધુ બરાબર મિક્સ થઇ જાય પછી અંદર મોળો માવો ઉમેરો.
- 6
માવો બરાબર મિક્સ થઇ જાય પછી ગેસને બંધ કરી દો. ત્યાર બાદ એક પેનમાં બે ચમચી ઘી મૂકી 300 ગ્રામ ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ રાખવાનો છે.
- 7
હવે આ ગોળને અડદિયા ના મિશ્રણમાં ઉમેરો. બરાબર મિક્સ કરી લો. અને થોડું ઠંડું પડી જાય પછી તેને અડદિયાનો શેપ આપી દો. અથવા તો ચોરસ પીસ પણ કરી શકાય. ના રીતે તૈયાર થઈ જશે ગોળના સ્વાદિષ્ટ અડદિયા.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (11)