પાલક સૂપ. (Spinach Soup Recipe In Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
પાલક સૂપ. (Spinach Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકરમાં પાલક, લીલી ડુંગળીના પાન, લીલું લસણ, લીલા વટાણા અને મકાઈના દાણા લો.
- 2
સારી રીતે ધોયા પછી તેમાં આદૂ, લીલું મરચું, મીઠું અને ખાંડ ઉમેરો. ૧ ગ્લાસ પાણી નાંખી, કૂકર બંદ કરી, ૨ સીટી થાય ત્યાં સુધી બાફી લો. કૂકર ઠંડું થાય પછી બ્લેન્ડરથી બરાબર પીસી લો.
- 3
ત્યારબાદ સૂપ ગાળવાની ગરણી વડે ગાળી લો. પછી એક પેનમાં ઘી ગરમ કરી, જીરૂ નાંખો. જીરૂ તતડે એટલે ગાળેલું મિશ્રણ ઉમેરી દો.
- 4
પછી કૂકરમાં ૧/૨ ગ્લાસ પાણી નાંખી, હલાવીને ઉમેરી દો. મરી પાઉડર ઉમેરી મિક્ષ કરી લો.
- 5
એક ઉભરો આવે એટલે ગેસ બંદ કરી, લીંબુ નીચોવી મિક્ષ કરી લો.
- 6
સૂપ તૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢી, તળેલી ચોખાની વેફર સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14313854





















ટિપ્પણીઓ (5)