હોમમેડ- ચીઝ(Home made Cheese Recipe in Gujarati)

Yamuna H Javani @yamuna_h_javani
હોમમેડ- ચીઝ(Home made Cheese Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરો. એક ઉભરો એટલે તેમાં લીંબુ ના રસ વાળું પાણી નાખી હલાવતા રહેવું.ધીમે-ધીમે બધું પનીર અલગ થઈ જશે.પછી ગેસ બંધ કરી દો.
- 2
હવે એક બાઉલમાં એક પતલું કપડું રાખી તે પનીર તે કપડાં માં ગાળી લો.
- 3
પછી તેને 3-4 વખત ઠંડા પાણીથી ધોઈ નાખો. જેથી તેમાંથી લીંબુની ખટાશ નીકળી જાય.
- 4
પછી તેને એકદમ નિતારી લો.
- 5
હવે તેને છૂટું કરી મિક્સર જારમાં લઈ તેમાં ઘી,ચપટી મીઠું અને મેંદો નાખી તેને પીસી સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- 6
પછી તેને એક ચોરસ ડબ્બા માં નીચે પ્લાસ્ટિક શીટ રાખી તેમાં પનીર ની પેસ્ટ ભરી દો.અને તેની ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી ઢાંકણ બંધ કરી ફ્રીઝર માં 2 કલાક સેટ થવા મુકો.
- 7
ત્યારબાદ આપણું ચીઝ તૈયાર છે. તેને તમે પીઝા,સેન્ડવીચ વગેરે માં વાપરી શકો છો.
- 8
તો તૈયાર છે આપણું હોમમેડ ચીઝ....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14383331













ટિપ્પણીઓ (4)