સિઝલર(Sizzler Recipe In Gujarati)

સિઝલર(Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અમેરિકન મકાઈ ને બાફી લેવી. તેના દાણા કાઢી લેવા. ડુંગળી, કેપ્સીકમ, ગાજરને લાંબા સમારી લેવા. બટેટાને છોલી ને તેની ચિપ્સ પાડવી. પછી બધી તળીને એક બાઉલમાં કાઢી લેવી.
- 2
આદુ અને લસણ ઝીણા સમારી લેવા. 1 ડુંગળી બારીક કાપી લેવી. ચાઇનીઝ સોસ બનાવવા માટે એક પેનમાં બટર અને તેલ ગરમ મૂકી તેમાં આદુ અને બારીક સમારેલું લસણ ઉમેરવું. એક મિનિટ રહી તેમાં ડુંગળી ઉમેરો. બરાબર હલાવી એક મિનિટ રહેવા દેવું. પછી તેમાં સોયા સોસ અને રેડ ચીલીસોસ ઉમેરી હલાવો.
- 3
એક કપ જેટલું પાણી ઉમેરી થોડીવાર ઉકાળવા દેવું. હવે તેમાં બે ચમચી ટોમેટો કેચપ ઉમેરો. 1/2ચમચી મરી પાઉડર અને મીઠું નાખી બરાબર હલાવી લેવું. એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં બે ચમચી કોર્નફલોર ઉમેરી બરાબર હલાવી લેવું. આ મિશ્રણ સોસ માં ઉમેરી દેવું. જેથી સોસ ઘટ્ટ બની જશે.
- 4
બટેટાની ચિપ્સ ને તળી લેવી. હક્કા નુડલ્સ ને બાકી ને એક ચારણીમાં નીતારી લેવા. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી અને કેપ્સિકમ સાંતળો. બાફેલા હક્કા નૂડલ્સ ઉમેરી તેમાં મરી પાઉડર અને મીઠું નાખી તેને ધીમા હાથે હલાવી લેવું.
- 5
ટીક્કી માટે બટેટાને બાફી લેવા. તેની છાલ ઉતારી માવો કરવો. તેમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ટોસ્ટ નો ભૂકો અને થોડું લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. મીડીયમ સાઈઝ ની ટીક્કી વાળી ટોસ્ટ ના ભૂકામાં રગદોળી લેવી્. નોનસ્ટિક લોઢી માં થોડું તેલ મૂકી બંને બાજુ શેકી લેવી ્્.
- 6
કડાઈમાં ગાજર કેપ્સીકમ અને ડુંગળી સાંતળી લેવા. નોન સ્ટીક તવી પર કોબીજના મોટા પાન રાખી એક બાજુ બાફેલી મકાઈના દાણા, બટેટાની ચિપ્સ, સાંતળેલા ગાજર કેપ્સીકમ અને ડુંગળી ગોઠવવા. એક બાજુ નુડલ્સ મુકવા. ફરતી બાજુ આલુ ટીકી ગોઠવવી. આજુબાજુ થોડું થોડું બટર મૂકો. જેથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે. ઉપર ગરમ ગરમ ચાઈનીઝ સોસ નાખો. ઉપર ચીઝ ખમણીને છાંટવું ્્. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી. ગરમાગરમ સિઝલર સર્વ કરવુ. શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. જોકે મહેનત ઘણી માંગી લે છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (11)