રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો, અજમો, મીઠુ, તેલ અને પાણી ઉમેરી ને કણક બાંધો. ત્યાર બાદ એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો.
- 2
ત્યાર બાદ તેમાં વરિયાળી, આખા ધાણા ઉમેરી ને મિક્સ કરો અને ત્યાર બાદ તેમાં વટાણા,બટાકા અને હળદર ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, લીલા મરચા, કાજુ અને દ્રાક્ષ ઉમેરી ને મિક્સ કરો અને છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરો.
- 3
ત્યાર બાદ કણક ના ગુલ્લાં કરીને વળી લો. અને તેના વચ્ચે થી બે ભાગ કરીને સમોસા નો આકાર આપી દો અને તેમાં બનાવેલો મસાલો ઉમેરો અને તેની કિનારી પર પાણી લગાવી ને કિનારી સીલ કરો દો અને તેને ગરમ તેલ માં આછા બ્રાઉન કલર ના તળી દો.
- 4
તો તૈયાર છે સમોસા જેને મેં દહીં અને કેચઅપ સાથે પીરસ્યું છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528739














ટિપ્પણીઓ