દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
pala manisha @cook_26480228
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ પલાળી લેવી.તેને ૧ કલાક પલળવા દીધા બાદ તેમાં દૂધી સમારી લો હવે કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂ, ટમેટું નાખી પછી ચણાની દાળ, દુધી ઉમેરી દો.
- 2
હવે તેમાં હળદર, મીંઠુ, પાણી ૧ ગ્લાસ ઉમેરી કૂકર માં ૩ સિટી કરી લો
- 3
હવે ફરીવાર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસની પેસ્ટ, ડુંગળી ઉમેરી હલાવવું ત્યાર બાદ તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી હલાવવું પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,હળદર નાખી હલાવવું
- 4
ત્યાર બાદ તેમાં ચણાની દાળ, દુધી નું શાક નાખી તેમાં કિચન કિંગ મસાલો નાખી હલાવવું
- 5
ત્યાર બાદ થોડીવાર માટે ચડવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ લાગે એવું ચણાની દાળ, દુધી નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540828
















ટિપ્પણીઓ