બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week21
#mexican
#rajma
આ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે.

બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)

#GA4
#Week21
#mexican
#rajma
આ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૭ બાઉલ
  1. રાઈસ માટે:
  2. ૨.૫ કપ બાફેલા બાસમતી રાઈસ
  3. ૨ tbspઓલિવ ઓઈલ
  4. ૨ tspલસણ ઝીણું સમારેલું
  5. ૨ tspચીલી ફ્લેક્સ
  6. ૧/૨ કપસ્લાઈસ કાંદા
  7. ૩/૪ સમારેલાં કેપ્સિકમ (રેડ, યેલો, ગ્રીન)
  8. ૧/૨ કપબોયલ મકાઈ ના દાણા
  9. ૨ tspટોમેટો કેચઅપ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. બિન્સ માટે:
  12. ૧.૫ કપ પલાળેલા, બાફેલા મેશ કરેલા રાજમા
  13. ૧ tbspતેલ
  14. ૧ tspલસણ ઝીણું સમારેલું
  15. ૨ tspચીલી ફ્લેક્સ
  16. ૧/૨ કપલીલો કાંદો ઝીણો સમારેલો
  17. ૧ કપટામેટા નો પલ્પ
  18. ૧/૪ કપટોમેટો કેચઅપ
  19. ૧/૨ tspચીલી પાઉડર
  20. મીઠું સ્વાદાનુસાર
  21. સૌર ક્રીમ:
  22. ૧ કપહંગ કર્દ (ચક્કા દહીં)
  23. ૨ tspલીંબુ નો રસ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. સાલસા માટે:
  26. ૧/૨ કપકાંદો ઝીણો સમારેલો
  27. ૧ કપટામેટા ઝીણાં સમારેલાં
  28. ૧ tspચીલી ફ્લેક્સ
  29. ૧ tbspકોથમીર
  30. મીઠું સ્વાદાનુસાર
  31. નાચોસ ચિપ્સ:
  32. ૩/૪ કપ મકાઈ નો લોટ
  33. ૫ tbspમેંદો
  34. ૨ tspતેલ
  35. ૧/૪ tspઅજવાઈન
  36. ૧/૨ tspઓરેગાનો
  37. મીઠું સ્વાદાનુસાર
  38. ૧/૨ tspચીલી ફ્લેક્સ
  39. પાણી લોટ બાંધવા માટે
  40. તેલ તળવા માટે
  41. બીજી સામગ્રી:
  42. ૨ tbspલીલો કાંદો ઝીણો સમારેલો
  43. ૪ tbspછીણેલી પ્રોસેસ ચીઝ
  44. નાચોસ ચિપ્સ
  45. ટુકડાઆઈસ્ બર્ગ લેતસ ના

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    નાચોસ ચિપ્સ: નાચોઝ માટે ના બધી સામગ્રી ને એક બાઉલ ભેગી કરી લેવી અને પાણી થી સોફ્ટ લોટ બાંધી લેવો. હવે લોટ મેથી ભાખરી જેવું વણી લેવું એને fork થી પ્રિક કરવું. હવે એને ત્રિકોણ આકાર માં કાપી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન ક્રીસ્પ થઈ ત્યાં સુધી તળી લેવા.

  2. 2

    રાઈસ માટે: એક પેન માં તેલ લી એમાં લસણ સોતે કરવું.એમાં ચીલી ફ્લેક્સ અને કાંદા સંતાડવા.

  3. 3

    હવે એમાં કેપ્સીકમ, કેચઅપ, મરી પાઉડર અને મીઠું નાખવું. હવે એ કૂક કરી એમાં રાઈસ નાખવું.

  4. 4

    રાઈસ મિક્સ કરી એને તૈયાર કરી લેવું.બિન્સ માટે: એક પેન માં તેલ લઇ એમાં લીલો કાંદો, લસણ, ચીલી ફ્લેક્સ ને સાંતળી લેવું.

  5. 5

    હવે એમાં ટામેટાં ની પ્યુરી, કેચઅપ, લાલ મરચું પાઉડર, મીઠું અને પાણી ઉમેરી કૂક કરી લેવું.

  6. 6

    હવે એમાં રાજમા નાખી કૂક કરવું અને કોથમીર ઉમેરી બિંસ તૈયાર કરી લેવા.

  7. 7

    સાલસા માટે: સાલસા ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી લેવી એને મેશ કરી ને મિક્સ કરવું.

  8. 8

    સૌર ક્રીમ: હંગ કર્ડ (ચકા દહીં) ને એક બાઉલ માં લઇ એમ જણાવેલી બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી લેવું.

  9. 9

    બરીતો બાઉલ માટે: એક બાઉલ માં પેલા રાઈસ નું લેયર કરી લેવું. એની ઉપર રાજમા બિન નું લેયર કરવું. પછી એની ઉપર સૌર ક્રીમ, સાલસા અને આઈસ્ બર્ગ લેતસ ના ટુકડા અને લીલો કાંદો સ્પ્રિંકલ કરવું.

  10. 10

    છેલ્લા લેયર માં નચોસ ચિપ્સ ના ટુકડા નાખી ઉપર ચીઝ છીની લેવું.

  11. 11

    હવે સાઈડ પર નચિસ ચિપ્સ ના આખા ટુકડા મૂકવા.

  12. 12

    તો તૈયાર છે બરિતો બાઉલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes