રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week21
#rajma
#cookpadgujarati
#cookpadindia
રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)

#GA4
#Week21
#rajma
#cookpadgujarati
#cookpadindia
રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપરાજમા
  2. 1 tbspતેલ
  3. 1 tbspઘી
  4. 1-2 ટુકડાતજ
  5. 3-4 નંગલવીંગ
  6. 1 tspજીરુ
  7. 4-5 નંગઆખા મરી
  8. 1 નંગતમાલપત્ર
  9. 1 નંગસૂકું લાલ મરચું
  10. 1/4 tspહીંગ
  11. 3-4 નંગડુંગળી
  12. 5-6કળી લસણ
  13. 1 tspઆદુ મરચાની પેસ્ટ
  14. 3-4 નંગટામેટાં ની પ્યુરી
  15. 1 tspલાલ મરચું પાઉડર
  16. 1 tspધાણાજીરૂ
  17. 1/2 tspહળદર પાઉડર
  18. 1/2 tspગરમ મસાલા
  19. 1 tspછોલે મસાલો
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 1 tspકસૂરી મેથી
  22. ગાર્નિશીંગ માટે સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રાજમાને ચોખ્ખા પાણી થી ધોઈ લગભગ છ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે. ત્યારબાદ તેને કૂકરમાં છ-સાત વીસલ વગાડી બાફી લેવાના છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ઘી ગરમ મૂકી તેમાં તજ, લવિંગ, જીરું, આખા મરી, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને હિંગ નો વઘાર કરવાનો છે.

  3. 3

    ત્યારબાદ તેમાં ડુંગળી, લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાના છે.

  4. 4

    ડુંગળી ગોલ્ડન કલરની થાય એટલે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, છોલે મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હવે તેમાં બાફીને તૈયાર કરેલા રાજમા બીન્સ ઉમેરી દેવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી કડાઈને ઢાકી ને ત્રણેક મિનિટ માટે બધું કુક થવા દેવાનું છે.

  6. 6

    ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી જીરા રાઈસ, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes