પીઝા (Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ પીઝા માટે ટોપિંગ તૈયાર કરીશું. તો એક કડાઈમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરી એમાં લસણ સાંતળી લો. અને થોડું સાંતળેલું બટર એક બાઉલમાં લો. અને બધા જ વેજીટેબલ ને ગાલિૅક બટર માં સેલો ફ્રાય કરી લો. તો પીઝા નું ટોપિંગ તૈયાર છે
- 2
હવે આપણે પીઝા નો બેઝ તૈયાર કરીશું. તો એ પહેલાં આપણે કડાઈમાં ને પ્રિહિટ કરવા માટે મૂકીશું. તો એ માટે એક કડાઈમાં મીઠું નાખીને એમાં સ્ટેન્ડ મૂકો અને ઢાંકી દો.
- 3
હવે લોટ બાંધવા માટે 1 બાઉલ મેંદો લો. ¼ ચમચી બેંકિંગ સોડા, ½ ચમચી બેકિંગ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ચમચી ખાંડ પાઉડર, ઉમેરી થોડું થોડું દહીં ઉમેરી લોટ બાંધી લો. અને 1 ચમચી તેલ ઉમેરી મસળી લો અને લોટ ઢીલો જ બાંધી લેવો.
- 4
હવે જે ગાલિક બટર જે સાઈડમાં રાખ્યું હતું એનાથી પ્લેટ ગ્રીસ કરી લો અને એમાં એક ખુલ્લું લો અને પ્લેટ માં જ હાથથી થેપીને પીઝા નો રોટલો તૈયાર કરો. અને ફોકૅ થી કાંટા કરી લો. અને ઉપર પીઝા નો સોસ ઉમેરી ને પાથરી લો.
- 5
ત્યારબાદ ટોપિંગ પાથરી લો અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબૅ ઉમેરી લો.
- 6
ત્યારબાદ પીઝા ની કિનારીને ગાલિક બટર થી ગ્રીસ કરો અને ઉપર મોઝરેલા ચીઝ ઉમેરી લો. અને પ્રિહિટ થયેલી કઢાઈમાં આ પ્લેટ મૂકી દો. અને ઢાંકી ને 10 થી 15 મિનિટ માટે ધીમી આંચ પર કુક થવા દો.
- 7
તો હવે પીઝા તૈયાર છે અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબૅ અને કેચપ ઉમેરી પીઝા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (2)