હાંડવો (Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 2 વાટકી ચોખા અને એક વાટકી ચણાની દાળ મિક્સ કરો. તેને સરસ રીતે દહીં નાખી ક્રશ કરી લો. સરસ આથો આવી જાય ત્યાં સુધી સાતથી આઠ કલાક રાખો.
- 2
ત્યારબાદ તેમાં છીણેલી દૂધી 500 ગ્રામ ઉમેરો. ત્યારબાદ તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો.ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ગાજર ઉમેરો.
- 3
ત્યારબાદ હળદર, મરચું,ધાણાજીરુ, મીઠું સ્વાદ મુજબ ઉમેરો. આદુ મરચા લસણની પેસ્ટ પણ ઉમેરો.
- 4
બરાબર મિક્ષ કરી લો. હવે એક પેન માં થોડું તેલ મૂકી તેમાં એક ચમચી રાઈ ઉમેરો તથા સફેદ તલ ઉમેરો. હવે મિક્સ કરેલાં હાંડવા ના ખીરાને પેન માં ઉમેરો.
- 5
એક સાઇડ નું પડ બરાબર ચડી જવા દો. ત્યારબાદ હાંડવા ને ઉલટાવી લો. અને બીજી બાજુનો પડ પણ સરસ રીતે ચડવા દો. અને ગરમ ગરમ સર્વ કરો આ રીતે તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી હાંડવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552680
















ટિપ્પણીઓ (7)