ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર અને ડુંગળી ને ખમણી લો અથવા ચોપર માં એકદમ જીણું ચોપીંગ કરી લો. પછી તેમાં મેંદો, કોનૅ ફલૉર, મીઠું, મરી પાઉડર, ઇટીંગ સોડા અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી કણક જેવુ તૈયાર કરો.
- 2
હવે તેના બોલ્સ બનાવી લો. તેલ ને ગરમ કરવા મૂકો અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. પછી ડુંગળી ને સાંતળી લો. હવે આદું, મરચા, લસણ ની પેસ્ટ તેમજ તેને જીણા સમારી ને પણ નાખી દો.
- 4
કોબીજ, ગાજર અને કેપ્સીકમ નાખી બધા સોસ નાખી દો અને મિક્સ કરી લો. 1 કપ પાણી નાખી 5 મિનિટ થવા દો. પછી કોનૅ ફલોર ને પાણી સાથે મિક્સ કરી તેમાં નાખી દો.
- 5
હવે બોલ્સ નાખી દો અને 10 મિનિટ સુધી ઢાંકી ને રાખી દો.
- 6
તૈયાર છે ડ્રાઇ મંચુરીયન. લીલી ડુંગળી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14571994



















ટિપ્પણીઓ