ભાખરી પીઝા(Bhakhri pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરીનો કરકરો લોટ અને એક ચમચો ઝીણો લોટ લઈ બને લોટ મિક્સ કરવા. તેમાં બે પાવળા તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું. પાણી વડે લોટ ને કઠણ બાંધવો. પંદરથી વીસ મિનિટ માટે લોટને ઢાંકીને રહેવા દેવો.
- 2
કેપ્સીકમ ના મોટા પીસ કરવા. ડુંગળી ના પણ મિડિયમ સાઈઝના પીસ કરવા. અમેરિકન મકાઈ ને બાફી લેવી અને તેના દાણા કાઢી લેવા.
- 3
પીઝા સોસ બનાવવા માટે એક વાટકીમાં ટોમેટો કેચપ લઈ તેમાં બે ચમચી રેડ ચીલી સોસ ઉમેરો. સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો. લીલું લસણ અને લીલી ડુંગળી બારીક સમારી તેમાં ઉમેરો.
- 4
હવે ભાખરી ના લોટ ને બરાબર કુણવી તેમાંથી મિડિયમ સાઈઝનુ ગોયણુ બનાવી તેની ભાખરી બનાવવી. વણેલી ભાખરી મા કાંટા ચમચી વડે કાણા પાડી લેવા. આ ભાખરી ને નોનસ્ટિક લોઢી માં બંને બાજુ માખણ લગાડી મીડીયમ ગેસ ઉપર શેકી લેવી.
- 5
આ ભાખરી પર પીઝા સોસ લગાડવો. તેની ઉપર કેપ્સીકમ, ડુંગળી, અમેરિકન મકાઈ છાંટી ઉપર સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર છાંટવા, સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ છાંટી ઉપરથી ચીઝ ખમણી ને નાખો. ફરી પાછું આ ભાખરીને માં થોડું માખણ લગાડી મીડીયમ ગેસ ઉપર શેકી લેવી. ચીઝ ઓગળે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવું. ગેસ ઉપરથી ઉતારી પીઝા કટર વડે તેના પીસ કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરવું. આ ભાખરી પીઝા બાળકોને પણ ખુબ જ ભાવે છે અને મેંદા નુ બન ન હોવાથી નુકસાન પણ કરતું નથી.
Keywords
Similar Recipes
More Recipes
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
- થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
- કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
- એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
















ટિપ્પણીઓ