બટાકા ના ફરાળી ચીલા (Bataka Farali Chila Recipe In Gujarati)

#GA4
#Week22
#cookpadindia
#chila
આ બટાકા ને ખમણી બનવા માં આવે છે.આ ચીલા ટેસ્ટી અને અલગ જ સ્વાદ હોય છે.આ ફરાળી ચીલા બાળકો ને પણ પસંદ આવે છે.
બટાકા ના ફરાળી ચીલા (Bataka Farali Chila Recipe In Gujarati)
#GA4
#Week22
#cookpadindia
#chila
આ બટાકા ને ખમણી બનવા માં આવે છે.આ ચીલા ટેસ્ટી અને અલગ જ સ્વાદ હોય છે.આ ફરાળી ચીલા બાળકો ને પણ પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી રેડી કરી લો.ત્યારબાદ આદુ મરચા ને અધકચરા ખાંડી લો.અને બટાકા ને છોલી ખમણી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં બટાકા નું ખમણ લો.તેમાં બધા મસાલા, ખાંડ, લીંબુ એડ કરી દો સાથે જ તપકીર, શીંગદાણા નો ભૂકો, આદું મરચા કોથમીર(તેલ સિવાય ની બધી સામગ્રી) એડ કરી દો.અને સરસ મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ આ બેટર ને ૧૦ મિનિટ ઢાંકી રેહવા દો.ત્યારબાદ એક તવી ગરમ મૂકો.તવી ગરમ થાય એટલે તેલ લગાવી થોડું બેટર લઇ હાથ વડે અથવા કોઈ ફ્લેટ વસ્તુ વડે ચીલા ને પાથરી લો.
- 4
આ ચીલા ને સરસ ગોળ સેઇપ માં પાથરો.અને તેલ લગાવી દો.ગેસ ની આંચ ધીમી રાખવાની છે.ત્યારબાદ બીજી સાઇડ ફેરવી લો.આ રીતે બંને સાઇડ ગુલાબી ચીલા શેકી લો.
- 5
આ રીતે બધા ચીલા રેડી કરી લૉ.આ ફરાળી ચીલા નો ટેસ્ટ અલગ જ હોય છે.બાળકો ને પણ આ ચીલા ખુબજ ભાવશે.આ ચીલા સાથે ટોમેટો સોસ, દહીં, દહીં ચટણી બધા સાથે ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (13)