બેસનના મસાલા ચીલા (Besan Masala Chila Recipe in Gujarati)

બેસનના મસાલા ચીલા (Besan Masala Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં ધીમે ધીમે પાણી નાખતા જાઓ અને લોટ માં મિક્સ કરતા જાવ. આ રીતે એક ખીરું તૈયાર કરી દો.
- 2
ખીરું તૈયાર થઈ જાય પછી તેમાં છાશ ઉમેરો અને હલાવી નાખો. ખીરુ બહુ જાડુ પણ નહી અને બહુ પાતળું નહીં તેવું તૈયાર કરો.પછી તેમાં બધા મસાલા કરી લો. હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને હિંગ ઉમેરીને મિક્સ કરી લો.
- 3
પછી તેમાં સમારેલું ટમેટૂ,ડુંગળી, લીલુ મરચું,લીલુ લસણ અને કોથમીર ઉમેરીને બધું મિક્સ કરી લો.તૈયાર છે આપણા બેસન ના ચીલા માટે નું બેટર.
- 4
હવે નોનસ્ટિક ઢોસા માટે ની લોઢી લો. તે ગરમ થાય એટલે તેને તેલથી ગ્રીસ કરો. પછી તેમાં બેટર ઉમેરીને ચમચાની મદદથી ફેલાવી લો.પછી તેને ઘડીક ચડવા દો.10- 20 સેકન્ડ પછી તેલ લગાડીને પાછી સાઈડ ફેરવી લો.
- 5
આ રીતે બંને બાજુ તેલ લગાડીને શેકી લેવું. ગેસ ની ફ્લેમ એકદમ ધીમી રાખવી. એનાથી કલર પણ સારો આવે છે.ચીલા બળી પણ નથી જતા અને અંદરથી સરસ પાકી જાય છે.તૈયાર છે આપણા ગરમાગરમ બેસન ના મસાલા ચીલા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લાલ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)