ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)

Shreya Desai @shreyadesai
ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં બટર અને મેંદો લઈ એને ૨ થી ૩ મિનિટ માટે શેકી લો. હવે એમાં દૂધ નાખી ઉકાળો. ધ્યાન રાખવું એમાં લમ્પસ ના પડે.
- 2
હવે એમાં મરી પાઉડર,મીઠું,ચિલી ફ્લેક્સ,ઓરેગાનો,મિક્સ હરબ નાખી મિક્સ કરી ઘટ્ટ થવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે બીજા પેન મા ઓલિવ ઓઈલ મૂકી એમાં બ્રોકોલી નાખી સાંતળી લો. બ્રોકોલી ચડી જાય એટલે એમાં કેપ્સિકમ અને કાંદા નાખો.છેલ્લે એમાં બાફેલા મકાઈ ના દાણા નાખી મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લો.
- 4
હવે આ વેજીટેબલ ને વ્હાઇટ સોસ માં નાખી મિક્સ કરી લો. ટોપિંગ તૈયાર છે.
- 5
હવે એક નોનસ્ટિક પેન માં બટર મૂકી બ્રેડ એક બાજુ શેકી લો. હવે શેકાય ગયેલા ભાગ પર ટોપીંગ મૂકી ઉપર થી ચીઝ છીની એના પર ઓલિવ એને ઇલેપીનો મૂકી બીજી બાજુ ક્રિસ્પી થવા દો.
- 6
તૈયાર છે ક્રીમી ટોસ્ટ. કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625753



















ટિપ્પણીઓ (5)