બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા ના લોટ ને હવાલાથી ચાળી લેવો. તેમાં 1/4 ચમચી મીઠુ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
- 2
જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરી લોટ ને ભેગો કરી લેવો. પછી હથેળી વડે ખુબ જ મસળી લેવો અને મુલાયમ કરવો.જે મ લોટ વધારે મસડેલો હશે એટલો રોટલો વધારે સરસ થશે.
- 3
તૈયાર થયેલા લોટનો ગોળ વાળી પાટલા ઉપર થાબડી લેવો. ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકવી.
- 4
તાવડી બરાબર તપી જાય એટલે તેમાં રોટલો નાખી દેવો. એક બાજુ સરખી
ભાત પડે એટલે રોટલાને ફેરવી લેવો. બીજી બાજુ ભાત પડી જાય પછી તેને ઉલટાવી લેવો. થોડીવારમાં રોટલો તેની મેળે જ તાવડી માં ફૂલી જશે. રોટલો નીચે ઉતારી તેમાં બે ચમચી ઘી લગાડવું. ગરમાગરમ રોટલો, રીંગણા નો ઓળો, લાલ મરચાની ચટણી, રાયતા મરચા, લીલી ડુંગળી, છાસ સાથે સર્વ કરવું. આ કાઠીયાવાડી ભોજન કરવાની શિયાળામાં ખૂબ જ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14631647














ટિપ્પણીઓ (2)