ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ નો કરકરો લોટ લેવો. અથવા દાળ અને ચોખા ને 6 થી 7 પલાળી મિક્સી માં પીસી લેવુ. ખટાશ અને આથા માટે છાશ મા પલાળવુ. 7 થી 8 કલાક મા સરસ આથો આવી જશે.
- 2
આદુ, મરચા, લસણ ની પેસ્ટ બનાવી તેમા ઉમેરવી. મીઠુ, હળદર, હીંગ ઉમેરી મિક્સ કરી લેવુ.
- 3
ઢોકળીયા મા પાણી ઉમેરી ગરમ કરવુ. તેની ડીશ અથવા વાટકી મા તેલ લગાવી બેટર ઉમેરવુ. ચટણી અને કોથમીર ઉમેરવા.
- 4
10 થી 15 મિનિટ મધ્યમ આંચ ઉપર ઢાંકી ને ચઢવા દેવુ. લસણ ની ચટણી, તેલ સાથે સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645514








ટિપ્પણીઓ