પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)

Disha Dave @disha_22
પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોફતા બનાવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, લસણ, તમાલપત્ર ને સાંતળો ત્યારબાદ તેમાં પાલક ઉમેરી સાંતળો.
- 2
આ મિશ્રણ ઠંડું પડે પછી તેની પેસ્ટ તૈયાર કરી તેમાં પનીર, બાફેલા બટાકા, ચણાનો લોટ, કાજુ, ગરમ મસાલો, લાલમરચું પાઉડર, મીઠું નાંખી કોફતા તૈયાર કરો.
- 3
કોફતાને આરા લોટમાં રગદોળી તેલમાં તળી લો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, ટામેટા, લસણ, કાજુ અને ટામેટાંને સાંતળો.
- 5
ત્યારબાદ આ મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરો.
- 6
એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને વરિયાળી સાંતળો. તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો તેમાં કસુરી મેથી, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી 5 મિનિટ ચડવા દો.
- 7
ત્યારબાદ તેમાં ક્રીમ અને કોફતા નાંખી સર્વ કરો. તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646257















ટિપ્પણીઓ (2)